ભીમપોરની કંપનીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ : પાંચ કામદાર દાઝ્યા
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૬ ઃ ભીમપુરના પંચાલ ઉદ્યોગ નગરમાં આવેલી સાઈ ટ્રેડિંગ કંપનીમાં શુક્રવારે સાંજે ભઠ્ઠીમાં વિસ્ફોટ થતાં પાંચ કામદારો ઘાયલ થયા હતાં. કામદારો પીગળેલા લોખંડથી દાઝી ગયા હતાં. તમામ ઘાયલોને વાપીના હરિયા અને દમણની નમો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સાઈ ટ્રેડિંગ કંપની માઈલ્ડ સ્ટીલના ઇંગોટ્સ (લોખંડ અને સ્ટીલના ઘન બ્લોક્સ) બનાવે છે. આ માટે ભંગાર અને અન્ય લોખંડની સામગ્રી ભઠ્ઠીમાં ઓગાળીને ઘન બ્લોક્સ બનાવવામાં આવે છે. શુક્રવારે સાંજે, ભઠ્ઠીમાં લોખંડ ઓગાળવામાં આવી રહ્ના હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. જેના પરિણામે પીગળેલા લોખંડથી પાંચ કામદારો દાઝી ગયા હતાં.
અકસ્માતની માહિતી મળતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. શ્રમ વિભાગ અને પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. સંબંધિત વિભાગો હાલમાં અકસ્માતના કારણની તપાસ કરી રહ્ના છે.
