Damanganga Times.

Damanganga Times.

October 17, 2026

છીરીમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો દંડ્યા

છીરીમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો દંડ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ નવરાત્રી પર્વ નિમિત્તે વાપી પંથકમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા ડુંગરા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છીરી વિસ્તારમાં પોલીસે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન લાયસન્સ વગરના, યોગ્ય નંબર પ્લેટ ન ધરાવતા, કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલા તેમજ રોંગ સાઇડમાં જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા ચાલકોને આંતરી કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગંભીર નિયમભંગ બદલ અનેક વાહનો સ્થળ પરથી ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા. તહેવારો દરમિયાન સામાન્ય જનતા અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.