ટીંભી ગ્રા.પં.ના ઠરાવને રદ કરવા માંગ
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ ઉમરગામ તાલુકાની ટીંભી ગ્રામ પંચાયતમાં સામાન્યસભાના ઠરાવને લઈને વિવાદ સર્જાયો છે. તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મળેલી સામાન્ય સભાના ઠરાવ નં. ૦૩/૦૧માં ચર્ચા-વિચારણા કર્યા વિના અને સરપંચ તથા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ઠરાવ નોંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે સરપંચ અને તમામ સભ્યોઍ વિરોધ નોંધાવી ઠરાવ રદ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ મળેલી સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રજૂઆત મુજબ, આ સભામાં ઠરાવ નં. ૦૪ દ્વારા અગાઉનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે.
આથી, તા. ૫ સપ્ટેમ્બરના ઠરાવને સત્તાવાર રીતે રદ કરી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને તેની જાણ કરવા માટે સક્ષમ કચેરી સમક્ષ લેખિત રજૂઆત ટેમ્ભી ગ્રામ પંચાયત સરપંચ તથા ઉપસરપંચ દ્વારા કરવામાં આવી છે.
