આજે વાપીના ૩ અોવરબ્રીજાનું લોકાર્પણ કરાશે
- byDamanganga Times
- 17 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીવાસીઓ માટે આતુરતાથી રાહ જોવાતી ક્ષણ આખરે આવી ગઈ છે. વાપીના પૂર્વ-પડ્ઢિમને જોડતા અત્યંત મહત્વના ત્રણ ઓવરબ્રિજ - મોરાઇ, સલવાવ ઓવરબ્રિજ અને બગવાડા રેલવે ઓવર બ્રિજનું શનિવારે લોકાર્પણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના જીયુડીસી હેઠળ રેલ્વે ક્રોસિંગ નંબર ૮૨ ઉપર રૂ. ૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા મોરાઈ બ્રિજ તેમજ સલવાવ અને બગવાડા ઓવર બ્રિજનું આજે શનિવારે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે સાજે ૩ કલાકે લોકાર્પણ કરવામાં આવશે.આ ત્રણેય બ્રિજ શરૂ થતા જ દમણ, બગવાડા અને વાપી ઇન્ડસ્ટ્રીઝ તરફનો હજારો વાહનોનો ટ્રાફિક સિગ્નલ ફ્રી બનશે. પ્રા માહિતી મુજબ, આવતીકાલે આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ પણ હાજર રહેશે.
