વલસાડમાં ૧૮ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડનજીક આવેલા ગુંદલાવ ફલાહ હોટલ સામે, નેશનલ હાઈવે નંબર ૪૮ રોડની બાજુમાંથી અજાણ્યા તસ્કરોઍ ફરિયાદીની પિકઅપ વાન નં. ઞ્થ્-૧૫-ક્ષ્-૩૨૪૮ ચોરી કરી લીધી હતી. આ પિકઅપમાં રૂ. ૨૧,૭૪,૭૬૩ની કિંમતના ૫૨ બોક્સ કાચા હીરા ભરેલા હતા. આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા તમામ હીરા રીકવર કર્યા હતા, જ્યારે અન્ય સહ-આરોપીઓ નાસતા ફરતા હતા. વલસાડ ઍલસીબી ની ટીમ અને મુંબઈના મલાડ ઇસ્ટ વિસ્તારમાં છાપો મારતા મોડારામ ઉર્ફે મડીયાજી હેમતાજી પુરોહિતની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
