ચીખલી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈક ચોરાઈ
- byDamanganga Times
- 16 October, 2026
ચીખલી, તા. ૧૫ ઃ ચીખલી રેફરલ હોસ્પિટલના ર્પાકિંગમાં પાર્ક કરેલી ઍક મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે. ચીખલી તાલુકાના સોલધરા સામર ફળિયા ખાતે રહેતા સ્વપ્નેસ સુમનભાઈ પટેલ જેણે પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તારીખ ૮. ૯. ૨૬ ના રોજ સવારે આઠ વાગે પાર્ક કરી હતી અને સાંજે ૫ઃ૦૦ વાગે આવીને જોતા પોતાની હીરો હોન્ડા સ્પેલન્ડર મોટરસાયકલ ગાડી નંબર જીજે-૨૧ -ઍઍમ-૨૧૫૩ જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ ગણવામાં આવી છે જે ર્પાકિંગમાં ન મળતા આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં પણ ન મળતા આજરોજ ચીખલી પોલીસ મથકે મોટરસાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
