Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

ઉમરગામ પોલીસે ‘ગડગ ગેંગ’ના પાંચ આરોપીઓને ઝડપ્યા

ઉમરગામ પોલીસે ‘ગડગ ગેંગ’ના પાંચ આરોપીઓને ઝડપ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૫ ઃ ઉમરગામ પોલીસે પળગામની ગુજરાત પોલીપ્લાસ્ટ કંપનીમાં રૂ. ૧.૯૦ લાખની ચોરીનો ભેદ ઉકેલી ‘ગડગ ગેંગ’ના પાંચ આરોપીઓને ઝડપ્યા. આથી ઉમરગામ પોલીસ સ્ટેશનના બે ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા.ગત ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે અજાણ્યા શખ્સોઍ કંપનીનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તેઓ મશીનોના કોપર કેબલ અને સીસીટીવી ડીવીઆર ચોરી કરી કુલ રૂ. ૧,૯૦,૦૦૦નો મુદ્દામાલ લઈ ફરાર થયા હતાં.
વરિષ્ઠ અધિકારીઓની સૂચના હેઠળ પીઆઈ ઍચ.ડી. તુવરના માર્ગદર્શનથી તપાસ હાથ ધરાઈ. ટેકનિકલ વિશ્લેષણ અને હ્નામન સોર્સિસના આધારે પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા.પકડાયેલા આરોપીઓ ઉસ્માન ઉર્ફે કડુ ગડગ (૨૫), સતિષ બાબુભાઈ ગડગ (૨૪), સંદીપ અર્જુનભાઈ કુવરા (૨૬), રસિકભાઈ ગુલાબભાઈ ગડગ (૨૪) અને જીગ્નેશ ધીરુભાઈ કાનાત (૨૪). આ તમામ કપરાડાના પિપરોણી ગામના ગડગ ફળિયાના રહેવાસી છે. પોલીસે ઞ્થ્-૧૫-ચ્-૬૭૯૩૨ રૂ. ૨૫,૦૦૦ની બજાજ પલ્સર, રૂ. ૨૫,૦૦૦ની સુઝુકી ઍક્સેસ, રૂ. ૧૦,૦૦૦ના બે ડીવ ડીવીઆર અને રૂ. ૮૧.૦૦૦ના કોપર બે ડીવીઆર અને રૂ. ૮૧,૦૦૦ના કોપર વાયરો, કુલ રૂ. ૧,૪૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો. ઉસ્માન ઉર્ફે કડુ સામે અગાઉ ૨૦૨૨માં ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો.