Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

વાપી ROBની કામગીરી કાચબા ગતિઍ કેમ ?

વાપી ROBની કામગીરી કાચબા ગતિઍ કેમ ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપીમાં બની રહેલા રેલવે ઓવરબ્રિજની ધીમી કામગીરી અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થવાને કારણે શહેરીજનો દરરોજ ગંભીર ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્ના છે. વાપી અને દમણને જોડતા માર્ગ પર વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વાપી પરિવર્તન મંચ નામની સંસ્થા દ્વારા આ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય ના પોર્ટલ પર તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસની યોજનાને પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ પ્રાથમિકતા આપી કામગીરી ઝડપી બનાવવા માંગ કરવામાં આવી છે.
આ ફરિયાદના અનુસંધાને વલસાડ આરઍનબી ડિવિઝનના સંબંધિત ઍન્જિનિયર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વાપી રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જૂના રેલવે ઓવરબ્રિજને તોડીને તેના સ્થાને ચાર માર્ગીય નવો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી. જોકે, જૂના બ્રિજને તોડવાની મંજૂરી સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી ડિસેમ્બર ૨૦૨૨માં મળ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બ્રિજના નિર્માણ પહેલાં પાણીની લાઇનો, ગટર લાઇનો, વીજળીની ઍલટી અને ઍચટી લાઇનો તેમજ જીયુડીસીની ડ્રેનેજ લાઇન સહિતની વિવિધ યુટિલિટીઝનું સ્થળાંતર કરવું જરૂરી હતું. સ્થાનિક લોકોને ઓછી મુશ્કેલી પડે તે રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત જમીન સંપાદનની પ્રક્રિયા અને રેલવે વિભાગના હિસ્સામાં કેબલ શિફિંટગમાં થયેલા વિલંબને કારણે પણ બ્રિજના નિર્માણકાર્યમાં વિલંબ થયો હોવાનું જણાવાયું છે.
વિભાગના જણાવ્યા અનુસાર, ઓવરબ્રિજના પૂર્વ ભાગમાં ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પીઍસસી ગર્ડર તથા ડેક સ્લેબની કામગીરી ઍકસાથે ચાલી રહી છે.
જ્યારે પડ્ઢિમ ભાગમાં ફાઉન્ડેશન, પીઍસસી ગર્ડર, ક્રોસ ગટર અને પિયર કેપની કામગીરી પ્રગતિ હેઠળ છે.
વાહનવ્યવહારની સમસ્યા હળવી કરવા માટે સર્વિસ રોડની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
 આ અંગે ઍજ્યુકેટીવ ઍન્જિનિયર વલસાડ વિભાગના દ્વારા જણાવાયું છે કે  બ્રિજની કામગીરી જૂન ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની શક્યતા છે.