દેગામમાં સ્ટેટ બેંકનું ઍટીઍમ મહિનાઅોથી બંધ હાલતમાં
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી નજીક આવેલા દેગામ ગામ ખાતે આવેલું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ઍટીઍમ છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
દેગામ અને આસપાસના ગામડાઓના સેંકડો ગ્રાહકો આ બેંક સાથે જોડાયેલા છે. ખાસ કરીને નિવૃત કર્મચારીઓ, વૃદ્ધો અને ખેડૂતોને પેન્શન અને રોજિંદા ખર્ચ માટે રૂપિયા ઉપાડવા માટે ભારે હાલાકી પડી રહી છે. ઍટીઍમ બંધ હોવાને કારણે તેમને ૫ થી ૭ કિલોમીટર દૂર વાપી સુધી લંબાવવું પડે છે.
ગ્રાહકોઍ અનેક વખત બેંકના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં ઍટીઍમ ચાલુ કરવામાં આવતું નથી. ઍટીઍમની બહાર આઉટ ઓફ સર્વિસનું બોર્ડ જ લટકતું જોવા મળે છે. તાત્કાલિક ઍટીઍમ સેવા પુનઃ શરૂ કરવા ગ્રામજનોઍ માંગ કરી છે.
