સરીગામમાં જીવનરક્ષકની યાદમાં રક્તદાન કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ સ્વ. ચંપાબેન ગજેરા જીની પુણ્યતિથિ નિમિત્તે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ન્ત્વ્), સરીગામના નેશનલ સર્વિસ સ્કીમ (ફલ્લ્) ઍકમ દ્વારા ફલ્લ્-ન્ત્વ્ રક્તદાન કેમ્પ ૨૦૨૬ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો હતો. માનવતા અને સેવાભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા કુલ ૨૯ રક્તદાતાઓઍ (વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો) આગળ આવીને આ માનવસેવાના કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આ રક્તદાન કેમ્પનું આયોજન ન્ત્વ્ ના ડાયરેક્ટર ડૉ. બસવરાજ પાટીલના માર્ગદર્શન હેઠળ અને ફલ્લ્ કોઓર્ડિનેટર કૌશિક પનારાના સંકલનથી સુચારૂ રૂપે કરવામાં આવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. હેમાક્ષી રાઠોડ તથા કાઉન્સિલર હિમાંશુભાઈ ઠક્કર અને તેમની તબીબી ટીમ દ્વારા રક્તદાતાઓની આરોગ્ય તપાસ તેમજ રક્તદાનની સમગ્ર પ્રક્રિયા કુશળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
રક્તદાતાઓની આ નિઃસ્વાર્થ સેવાને બિરદાવતા, તમામ ૨૯ રક્તદાતાઓને પ્રશંસાપત્ર અને અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડ દ્વારા પ્રાયોજિત વિશેષ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફલ્લ્ ના આદર્શ વાક્ય ઙ્કફંદ્દ પ્ફૂ, ગ્્યદ્દ ળ્ં્યઙ્ખ (હું નહીં, પણ આપ) ને સાર્થક કરતા, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ટ્રસ્ટ અને ગજેરા ટ્રસ્ટ દ્વારા ડૉ. હેમાક્ષી રાઠોડ, હિમાંશુભાઈ ઠક્કર, વલસાડ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમ, અતુલ રૂલર ડેવલપમેન્ટ ફંડ, ફલ્લ્ સ્વયંસેવકો, રક્તદાતાઓ અને સ્ટાફગણનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંદેશ રક્તદાન કરો, જીવન બચાવો. કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું કારણ બનો.
