Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાઍ ઝળકયા

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં તાલુકા કક્ષાઍ ઝળકયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ  ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ. શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ તારીખ ૧૦, ઓક્ટોબરના રોજ ભિલાડ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ધોરણ-૧૨ ની અલિભા કુનારે દ્વિતિય ક્રમ અને શ્રીહરિ નાયરે તૃતીય ક્રમ પ્રા કર્યો.
ઉપરાંત ઉંમર પ્રમાણે ૬ થી ૮ કેટેગરીના વિદ્યાર્થીઓઍ પડ્ઢિમ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક,૧૫ થી ૨૦ કેટેગરીના વિદ્યાર્થીઓઍ પડ્ઢિમ ગરબા સ્પર્ધામાં તૃતીય ક્રમાંક, ૬ થી ૧૪ કેટેગરીના વિદ્યાર્થીઓઍ રાસ ગરબા સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક, ૬ થી ૧૪ કેટેગરીના વિદ્યાર્થીઓઍ સમૂહ ગીત સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રા સ્થાન પ્રા કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.  
આમ, વિદ્યાર્થીઓના પોતાનો ઉત્સાહ, ધગશ, અથાગ પરિશ્રમ થકી અને શાળાના સંગીત વિભાગ અને ડ્રોઈંગ વિભાગના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની કલા મહાકુંભ સ્પર્ધામાં સખત પરિશ્રમ દ્વારા તાલુકા કક્ષાઍ પ્રથમ, દ્વિતીય અને તૃતીયસ્થાન લાવી. આ વિદ્યાર્થીનીઓ ઍ શાળાનું તથા ગજેરા સંસ્થાનું નામ રોશન કરતા ગૌરવ સહિત ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી.
આ બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આમ,કલા મહાકુંભમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રા કરવા બદલ ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વસંતભાઈ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.