Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

નારગોલ બીચ પર ગંદકી કરનારને રૂ.૧૦૦૦ દંડ : પ્રાંત અધિકારી

નારગોલ બીચ પર ગંદકી કરનારને રૂ.૧૦૦૦ દંડ : પ્રાંત અધિકારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ નારગોલ બીચને સ્વચ્છ અને સુંદર રાખવા પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલે સહેલાણીઓને અપીલ કરી છે. બીચ પર કે જાહેર સ્થળે કચરો ફેંકતા ઝડપાશો તો રૂ. ૧૦૦૦ નો દંડ વસુલવામાં આવશે, તેવી ચેતવણી પંચાયત દ્વારા આપવામાં આવી છે.
વલસાડ જિલ્લા કલેકટર નિતિન સાંગવાન દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલા સફાઈ અભિયાન અંતર્ગત નારગોલ બીચની સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્ના છે. છેલ્લા ભારે વરસાદ અને પૂર બાદ દરિયાઈ ભરતી સાથે કિનારે સેંકડો ટન પ્લાસ્ટિક, કપડાના ટુકડા અને અન્ય કચરો આવી ગયો છે, જેના કારણે બીચની શોભા બગડી છે. આટલા મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ ઍકલા સ્થાનિક પંચાયત માટે શક્ય ન હોવાથી કલેકટરશ્રીની સૂચનાથી જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થયું છે.
તેમની સૂચના મુજબ પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલે સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી નિયમિત સફાઈનું આયોજન હાથ ધર્યું છે. જેના કારણે મોટા પ્રમાણમાં કચરો દૂર કરવામાં સફળતા મળી છે અને લોકજાગૃતિ માટે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
આજરોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન શ્ત્ખ્ દ્વારા ચંદન સ્ટીલ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, ઍવરેસ્ટ મસાલા જેવી મોટી કંપનીઓના સહકારથી નારગોલ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહી ચાર કલાક સુધી શ્ત્ખ્ ની ટીમ સાથે સફાઈ કામગીરીમાં જોડાયા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે દરિયો આપણી અમૂલ્ય સંપત્તિ છે અને તેને સ્વચ્છ રાખવો આપણા સૌની ફરજ છે. પ્રવાસીઓ દ્વારા ફેંકાતા કચરાથી દરિયાની સુંદરતા બગડે છે અને દરિયાઈ જીવોને પણ ગંભીર નુકસાન થાય છે. તેમણે સૌને બીચ પર કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. ઉપરાંત ગંદકી કરનાર પાસેથી રૂ. ૧૦૦૦ નો દંડ વસૂલવાની કામગીરી પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં પણ આ સફાઈ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.