વાપીમાં રખડતાં કૂતરાઓનો આતંક વધ્યો
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૪ ઃ વાપી શહેર અને આસપાસનાં ગામડાંઓમાં રખડતા કૂતરાઓની વધતી જતી સંખ્યાને કારણે નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્ના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત રસ્તા પર ફરતા રખડતા કૂતરાઓ રાહદારીઓ પર હુમલો કરી બચકાં ભરતા હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોની સુરક્ષાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે.
વાપી મા રસ્તા પર ચાલતા રાહદારીઓની પાછળ કૂતરાઓ દોડતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના ટોળાં રસ્તા પર જોવા મળતાં વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. જ્યારે વહેલી સવારે અને સાંજે ચાલવા નીકળતા વૃદ્ધો તેમજ શાળાઍ જતા બાળકો માટે આ સમસ્યા જોખમી બની રહી છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વાપી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા માટેકૂતરા ઓ ની નસબંધીની કામગીરી હાથ ધરવા તેમજ હડકવા જેવા ગંભીર રોગથી બચાવ માટે રસીકરણ અભિયાન ચલાવવું જરૂરી બન્યું છે. રખડતા કૂતરાઓના ત્રાસમાંથી નાગરિકોને રાહત મળે અને ભવિષ્યમાં કોઈ ગંભીર ઘટના ન બને તે માટેવાપી મનપાનું સંબંધિત તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી તાત્કાલિક આ સમસ્યા નું નિવારણ લાવવા માટેની કામગીરી કરે તેવી માંગ ઉઠી રહી છે.
