વલસાડમાં નોકરીની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડીમાં પિતા-પુત્ર સામે ફરિયાદ
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ ના અબ્રામા માં રહેતી પરણીતાને નોકરી અને ભાગીદારીની લાલચ આપી છેતરપિંડી કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ નોîધાઈ છે.
વલસાડ અબ્રામા વિસ્તારમાં રહેતી બેલાબેન ગામીત નામની મહિલાને સોશિયલ મીડિયા માર્કેટિંગ પ્લેટફોર્મ (ત્ઝ઼ત્ઞ્ત્વ્ખ્ન્ભ્ય્ચ્ફચ્શ્ય્) સાથે સંકળાયેલા હતા. ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન ઇન્સ્ટાગ્રામ મારફતે તારાપુર ચોકડી આણંદ માં ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતા જયેશકુમાર કનુભાઈ બેલદાર સાથે તેમનો સંપર્ક થયો હતો. જયેશકુમારે વલસાડ ના ધરમપુર ચોકડી નજીક નવો વર્કશોપ શરૂ કરવાનું જણાવી તેનું હેન્ડલિંગ કરવા બદલ મહિને રૂપિયા ૨૫,૦૦૦ પગાર તથા કામ સારું ચાલ્યે ભાગીદારી આપવાની લાલચ આપી હતી.
આરોપીઍ અલગ-અલગ કારણો આગળ ધરી ફરિયાદી પાસેથી ગુગલ-પે મારફતે નાણાં મેળવવાનું શરૂ કર્યું હતું. વધુમાં, પોતાનો ફોન હેંગ થતો હોવાનું કહી ફરિયાદીના નામે ૪૪,૩૨૩ ની કિંમતનો ઁસ્ત્સ્બ્ સ્૭૦ ચ્શ્રજ્ઞ્દ્દફૂઁ મોબાઈલ ફોન લોન પર ખરીદાવ્યો હતો. આ સિવાય આરોપી જયેશકુમારના દીકરા મંથન બેલદારને તારાપુર ખાતે જમીન લેવાની હોવાના બહાને ફરિયાદી પાસેથી સોનાની ચેઈન મોર્ગેજ મુકાવી રૂપિયા ૭૦,૦૦૦ મેળવ્યા હતા. ફરિયાદી જ્યારે આરોપીના આણંદ સ્થિત વર્કશોપ પર ગયા હતા ત્યારે તેમની સોનાની ચેઈન ત્યાં પડી ગઈ હતી. આરોપીઍ ચેઈન મળી ગઈ હોવાનું કબૂલ્યા છતાં આજદિન સુધી પરત આપી નહોતી.
