ડુંગરાના સરીયા પાર્ક ગ્રુપના ગણેશ મહોત્સવને રાજ્યમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ
- byDamanganga Times
- 15 October, 2026
વલસાડ, તા.૧૪ ઃ વલસાડ શહેર અને વાપી પંથક માટે ઍક ગૌરવવંતી ક્ષણ સામે આવી છે. ડુંગરા સ્થિત અંબે માતા સરીયા પાર્ક ડુંગરા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવને વર્ષ ૨૦૨૫માં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત આયોજિત બેસ્ટ ગણેશ પંડાલ સ્પર્ધામાં રાજ્યકક્ષાઍ ચોથું સ્થાન પ્રા થયું છે. અંબે માતા સરીયા ગ્રુપે ઓપરેશન શિંદુર, ઝ઼ય્ઝ઼બ્, ત્લ્ય્બ્ અને ઝ઼ફૂરુફૂશ્રંષ્ટૃફૂઁદ્દ જેવી દેશભક્તિપૂર્ણ અને શૌર્યની ભાવના ઉજાગર કરતી અદભુત થીમ રજૂ કરી હતી. આ વિશેષ પ્રસ્તુતિ દ્વારા આ ગ્રુપે સમગ્ર ગુજરાતમાં વલસાડનું નામ રોશન કર્યું છે. છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલા આ ગણેશ મહોત્સવના આયોજનની યાત્રામાં આ સિદ્ધિઍ ઍક નવું અને ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. આ શાનદાર સફળતા અંબે માતા સરીયા પાર્ક ડુંગરા ગ્રુપના તમામ સભ્યો, ઉત્સાહી કાર્યકર્તાઓ, સેવાભાવી યુવાનો અને સહયોગીઓની અથાગ મહેનત, પરસ્પર ઍકતા, નિષ્ઠા અને સમર્પણનું પરિણામ છે.ભક્તિની સાથે સાથે આ ગ્રુપ દ્વારા લોકકલ્યાણના અનેક કાર્યો કરવામાં આવે છે. અંબે માતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો માટે રાશન કીટ તેમજ અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને કોઈપણ મુશ્કેલીના સમયે સમયસર મદદ મળી રહે તે માટે આ ગ્રુપના યુવાનો હંમેશા તત્પર રહે છે. ખાસ કરીને પોલીસ જવાનોને જ્યારે પણ સેવાની જરૂર પડે, ત્યારે આ ટીમ હંમેશા મદદરૂપ બને છે. કોવિડ મહામારીના વિકટ સમયમાં આ ગ્રુપે મજૂરીકામ માટે આવેલા અન્ય રાજ્યોના હજારો લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની ઉત્તમ માનવસેવા બજાવી હતી.
આ ઉપરાંત, અંદાજે ૧.૫ લાખ લોકોને રાશન કીટનું વિતરણ કરીને સમાજમાં સેવા અને માનવતાનું ઍક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જેનાથી સમાજમાં ઍક સકારાત્મક દ્રષ્ટિ ઊભી થઈ છે.
