Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી સ્ટેશને નવા ફૂટ ઓવર બ્રિજનો સ્પાન બેસાડી દેવાયો

વાપી સ્ટેશને નવા ફૂટ ઓવર બ્રિજનો સ્પાન બેસાડી દેવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી રેલ્વે સ્ટેશન પરથી પસાર થતા દૈનિક હજારો મુસાફરો માટે રાહતના સમાચાર છે. પડ્ઢિમ રેલ્વે દ્વારા વાપી સ્ટેશનના આધુનિકીકરણ અંતર્ગત નિર્માણ પામી રહેલા નવા અત્યાધુનિક ફૂટ ઓવર બ્રિજ (જ્બ્ગ્) નો મુખ્ય સ્પાન સફળતા પૂર્વક બેસાડી દેવામાં આવ્યો છે. પ્રા વિગતો મુજબ, અંદાજે રૂ. ૫૦ કરોડના ખર્ચે બની રહેલો આ નવો જ્બ્ગ્ વાપી સ્ટેશનના તમામ પ્લેટફોર્મને જોડશે, સાથે સાથે પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારને પણ જોડતો હશે. હાલમાં જૂનો પુલ ઊંચો હોવાથી પીક અવર્સમાં ભારે ભીડ જામતી હતી અને યાત્રીઓને મુશ્કેલી પડતી હતી.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ આ નવો બ્રિજ ૧૨ મીટર પહોળો હશે. આ બ્રિજ કાર્યરત થયા બાદ રોજના ૫૦ હજારથી વધુ યાત્રીઓ, ખાસ કરીને વાપી ઞ્ત્ઝ઼ઘ્ માં કામ કરતા શ્રમિકો અને નિત્ય મુસાફરોને સીધો લાભ થશે. સ્પાન બેસાડવાની કામગીરી બુધવારે  ભારે ક્રેનની મદદથી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે ફિનિશિંગ કામ ઝડપથી પૂર્ણ કરી આગામી બે-ત્રણ મહિનામાં આ બ્રિજ મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવું રેલ્વે તંત્રઍ જણાવ્યું છે.