Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ચલા રિંગ રોડ પર પેચવર્ક ઉખડી જતાં વાહનચાલકોમાં રોષ

ચલા રિંગ રોડ પર પેચવર્ક ઉખડી જતાં વાહનચાલકોમાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપીના અતિ વ્યસ્ત ગણાતા ચલા રિંગ રોડ પર મનપા દ્વારા કરાયેલું પેચવર્ક કામ થોડા જ દિવસોમાં ઉખડી જતાં હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાઈ રહ્ના છે.
ચોમાસા દરમિયાન રિંગ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હતા. સ્થાનિકોની ફરિયાદો બાદ મનપા દ્વારા થોડા દિવસો પહેલા તકલાદી પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાથી અને ગુણવત્તા ન જળવાતા હાલ પેચવર્ક સંપૂર્ણ ઉખડી ગયું છે અને ફરી મોટા ખાડાઓ દેખાવા લાગ્યા છે.
આ રોડ પરથી રોજ હજારો દ્વિચક્રી, કાર અને ભારે વાહનો પસાર થાય છે. ઉખડેલા પેચવર્કને કારણે વાહનોને કૂદકા ખાવા પડે છે અને સ્લીપ થવાના બનાવો બને છે. રાત્રિના સમયે ખાડા ન દેખાતા જોખમ વધુ વધી જાય છે. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ ન આવતા તંત્ર તાત્કાલિક ગુણવત્તાસભર અને ટકાઉ સમારકામ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.