Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષાને લઈને ખાસ અભિયાન શરૂ

ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષાને લઈને ખાસ અભિયાન શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ નવરાત્રીના પાવન પર્વને લઈને ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષાને લઈને ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રીની મહોત્સવમાં સુરક્ષા સાથે આનંદ પણ! ના સૂત્ર સાથે પોલીસે લ્ણ્ચ્ ટીમને મેદાનમાં ઉતારી છે.
વલસાડ જિલ્લા પોલીસ અંતર્ગત ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં જણાવ્યું છે કે, ૅનારીનું સન્માન, લ્ણ્ચ્ ર્વ્ફૂૃની ઓળખૅ છે. નવરાત્રીમાં ગરબા રમવા આવતી દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા ઍ પોલીસની પ્રાથમિકતા છે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે  દીકરીની સુરક્ષા, પોલીસની પ્રતિબદ્ધતા,ડરશો નહીં, અવાજ ઉઠાવો - લ્ણ્ચ્ ર્વ્ફૂૃને જણાવો.- છેડતી સામે અવાજ ઉઠાવો, લ્ણ્ચ્ ર્વ્ફૂૃનો સાથ મેળવો- તમારી સુરક્ષા, અમારો સંકલ્પ. નવરાત્રી દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ સાથે છેડતી કે ગેરવર્તન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુંગરા પોલીસે મહિલાઓને નિડર બનીને ગરબાનો આનંદ માણવા અને કોઈપણ મુશ્કેલીમાં તાત્કાલિક લ્ણ્ચ્ ટીમનો સંપર્ક કરવા અપીલ કરી છે.