જિલ્લામાં આંગણવાડીમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીનો છેલ્લો દિવસ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ઓનલાઈન ભરતી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત વલસાડની આઈ.સી.ડી.ઍસ. કચેરી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર મુજબ તા. ૨૧/૦૯/૨૦૨૬ થી ૧૪/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ભરતીમાં વલસાડ જિલ્લામાં ૯૫ આંગણવાડી કાર્યકર અને ૧૨૨ તેડાગર બહેન તેમજ વાપી મહાનગરપાલિકામાં ૧૬ આંગણવાડી કાર્યકર અને ૧૧ તેડાગર બહેન ઍમ કુલ ૨૪૪ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. શું આપ આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેન તરીકે ફરજ બજાવવા માંગો છો? તો વધુ વિગતો માટે વલસાડ જિલ્લાના સંબંધિત તાલુકાના તથા વાપી મહાનગરપાલિકા ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ઘ્ઝ઼ભ્બ્) આઈ.સી.ડી.ઍસ. કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.ઓનલાઈન અરજી માટે વેબસાઈટ ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ફૂ-ત્ર્શ્વૃસ્ન્.્યિંસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁહેલ્પલાઈન નંબરૅં ૦૨૬૩૨-૨૪૨૭૭૩ દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (સ્.ઘ્.ચ્.) અરજદાર મહિલાને ઓનલાઈન અરજી અને દસ્તાવેજો અપલોડ કરી આપશે. ઓનલાઈન ભરતી ફોર્મ દરમિયાન અરજદારનું નામ માત્ર અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લખવાનું રહેશે, તેમજ તમામ વિગતો અંગ્રેજીમાં ભરવાની રહેશે.
