Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

ચીખલીના મિલ્કજ ગામે બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

ચીખલીના મિલ્કજ ગામે બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૩ ઃ ચીખલી તાલુકાના મિલ્કજ ગામે બે દિવસ અગાઉ ઍક માસુમ બાળક ઉપર હુમલો કરનાર દીપડાને ચીખલી વન વિભાગની ટીમે પાંજરું મૂકી પકડવાની તજવીજ હાથ ધરતા સોમવારે મોડી રાત્રે દિપડો પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોમાં રાહત થવા પામી છે.
ચીખલી તાલુકાના મિલ્કજ નાયકી વાડ ખાતે રહેતા નૈતિક અંકિત નાયકા ઉ.વ.૧૩ ઉપર શનિવારના રોજ દીપડાઍ ઘર પાસે હુમલો કરતા નૈતિક નાયકાને શરીરે ઇજા પહોંચી હતી જે બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા ચીખલી વન વિભાગના કર્મચારીઓ દ્વારા મિલ્કજ નાયકી વાડ ખાતે નૈતિક નાયકા ના ઘરની પાછળના ભાગે ઍક પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે સોમવારના રોજ રાત્રિના સમયે ઍક કદાવર દિપડો આશરે ચાર વર્ષનો પાંજરે પુરાતા જેની જાણ ચીખલી વન વિભાગને થતા ચીખલી વન વિભાગે દીપડાનો કબજો મેળવી જેની વેટરનરી ડોક્ટર પાસે તપાસ કરાવી ફરીથી જંગલ વિસ્તારમાં દીપડાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે બાળક ઉપર કરેલા હુમલાને કારણે આ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના હતો જે દીપડો પકડાતા મિલ્કજ ગામ સહિત આજુબાજુના ગામના રહીશોઍ રાહત અનુભવી છે.