હોન્ડ ગામે નાળામાં પડી જતાં મજૂરનું મોત
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૩ ઃ ચીખલી તાલુકાના હોન્ડ ગામે ઍક મજૂર પાણીના નાળામાં પડી જતા મોત નીપજ્યું હોવાની ઘટના ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીલીમોરા તલોધ કોળીવાડ રામજી મંદિર પાસે રહેતા રોહિત પ્રકાશ નાયકા ઉ.વ. ૨૩ જેઓ સોમવારે રાત્રિના સમયે વંકાલ થી હોન્ડ તરફ જતા રોડ ઉપર હોન્ડ ગામે આવેલ પાણીના નાળામાં પડી જતા આજરોજ સવારના સમયે રોહિત નાયકા ને કોઈ વ્યક્તિઍ જોતા બનાવ અંગેની જાણ પરિવારને કરવામાં આવી હતી જે બનાવ અંગે રોહિત પ્રકાશ નાયકા ની માતાઍ ચીખલી પોલીસમાં ફરિયાદ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
