વાપી ટાઉનમાં બે દિવસથી વીજ ધાંધિયા
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી ટાઉન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વીજળીની અવ્યવસ્થાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસમાં અનેક વખત કલાકો સુધી લાઈટ ગુલ થઈ જતા અને વોલ્ટેજની સમસ્યાથી વેપારીઓને આર્થિક નુકશાન ભોગવવું પડી રહ્નાં છે તો સામાન્ય રહેવાસીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. પ્રા વિગતો મુજબ ટાઉન વિસ્તારમાં દિવસ દરમિયાન ૪ થી ૫ વખત વીજળી ડૂલ થઈ જાય છે. જેને કારણે દુકાનોમાં કામકાજ ઠપ્પ થઈ જાય છે. ઉનાળા જેવી ગરમીમાં ઍસી, પંખા બંધ થઈ જતા ગ્રાહકો પણ દુકાનોમાં આવવાનું ટાળી રહ્ના છે. નાના વેપારીઓના ફ્રિજમાં રાખેલ સામાન પણ બગડી રહ્ના છે.
સૌથી ચિંતાજનક બાબત ઍ છે કે વાપી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં પણ હજુ સુધી પૂરતા જનરેટરની વ્યવસ્થા નથી. વીજળી જતાની સાથે જ જન્મ-મરણ વિભાગ, ટેક્સ વિભાગ સહિતના તમામ વિભાગોના કોમ્પ્યુટરો ઠપ્પ થઈ જાય છે. જેને કારણે રોજના સેંકડો અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બને છે. જન્મના દાખલા, ટેક્સ ભરવા આવતા નાગરિકોને ધરમના ધક્કા ખાવા પડે છે. સ્થાનિકોની માંગ છે કે ઝ઼ઞ્સ્ઘ્ન્ દ્વારા આ વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને મહાનગરપાલિકા કચેરીમાં કાયમી જનરેટરની વ્યવસ્થા કરવામાં આવે જેથી નાગરિકોને હાલાકી ન પડે.
