ટીંભીમાં આકારણી મુદ્દે વિવાદ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૩ ઃ ઉમરગામ તાલુકાની ટીંભી ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચની જાણ બહાર સામાન્ય સભામાં ઠરાવ કર્યા વિના આકારણી કરી દેવામાં આવી હોવાના આક્ષેપને પગલે વિવાદ સર્જાયો છે. આ મામલે ગેરરીતિના આક્ષેપ સાથે કરવામાં આવેલી આકારણી રદ કરવા માટે આવતીકાલે મંગળવારે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આકારણી રદ કરતો ઠરાવ પસાર કરી જિલ્લા વિકાસ અધિકારીને મોકલવા તેમજ નિયમવિરુદ્ધ થયેલી કામગીરી અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ઉપરોક્ત બાબતે
નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગ્રામ પંચાયત કચેરી ટેમ્ભી ખાતે ખાસ સામાન્ય સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ ઉપસરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહ્ના હતા અને નિયમ વિરુદ્ધ જઈને કરવામાં આવેલ આકારણી રદ કરવા ૫, ૯ ,૨૬ ના રોજ થયેલ ઠરાવ નંબર ૦૩/૦૧ ને રદ કરવા સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું હતું.
