રોહિણામાં ઉત્કૃષ્ટ સામાજિક કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના રોહિણા ગામે ગ્રામ પંચાયત અને રેમ્બો વોરિયર્સ ધરમપુર ટીમ દ્વારા ઍક ઉત્કૃષ્ટ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અ.સૌ. શીલાબેન અગરકર સાહિત્ય મંદિર લાઈબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીથી ગામના વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિવિધ ક્ષેત્રોના અભ્યાસ માટેનું ઉત્તમ સાહિત્ય ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સરપંચ દ્વારા ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ રવિન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ રિપનબેન પટેલ, પંચાયત સભ્યો નીલાબેન, શીતલબેન, પંકજભાઈ, ભરતભાઈ, શૈલેષભાઈ તેમજ કૈલાશ પુરી મહારાજ, ડો. નીતલ પટેલ, દાનદાતા અગરકર પરિવાર, રેમ્બો વોરિયર્સ ધરમપુર ટીમ, વગેરે ગામના ભાઈ-બહેનો, વડીલો, નિવૃત્ત કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા નવસારીની સરદાર પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ભાવિકા પટેલે આ લાઈબ્રેરીથી યુવાનો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ થશે અને ગામનો વિકાસ આગળ ધપતો રહેશે તેવી શુભેચ્છા પાઠવી હતી. રોહીના ગામ ના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રોહિણા ગામે અગરકર પરિવારના સૌજન્યથી સાહિત્ય મંદિર લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ડો. નીતલ પટેલે જણાવ્યું હતું કે સાહિત્ય મંદિરમાં ઉત્તમ પુસ્તકો રાખવા બદલ રેમ્બો વોરિયર્સ, ગ્રામ પંચાયત, સરપંચ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગામના વિદ્યાર્થીઓ આ સાહિત્ય મંદિરનો લાભ લઈ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને ગામનો વિકાસ કરે તેવી કામના કરી હતી.
