Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

પારડીના મચ્છી માર્કેટમાં ૧૫૦ મહિલાઓઍ જાતે દબાણ હટાવ્યાં

પારડીના મચ્છી માર્કેટમાં ૧૫૦ મહિલાઓઍ જાતે દબાણ હટાવ્યાં


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ પારડી નગરપાલિકા દ્વારા આધુનિક મચ્છી માર્કેટ બનાવવા માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે હાલ મચ્છી માર્કેટ બનાવવા પારડીના ધારાસભ્ય અને નાણામંત્રીઍ ગ્રાન્ટ મંજૂર કરી આપતા આ કામગીરીને વેગ આપવામાં આવી રહ્નાં છે ત્યારે મચ્છી નો વેચાણ કરતા સ્થાનિક બહેનો ઍ પોતે બનાવેલા ગેરકાયદેસર મંડપ પોતાની જાતે જ કાઢી નાખ્યા હતા જોકે નગરપાલિકાઍ ડેમોનેશન કરવા માટે જીસીબી મોકલાવ્યો હતો પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઍ લાંબા સમયથી આધુનિક મચ્છી માર્કેટ બનાવવા માટે આવેલ લોકોની રજૂઆતના પગલે ગ્રાન્ટ મંજૂર કરી છે જે ગ્રાન્ટ મંજૂર થતા પારદો નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન અને પ્રમુખ ચેતનભાઇ નાયકા સહિતની ટીમ દ્વારા આધુનિક મચ્છી માર્કેટ બનાવવા માટેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. જે કામગીરીના પગલે પારડી પાલીકા ઍ જ્યાં મચ્છી માર્કેટ આધુનિક બનવા જઈ રહી છે ત્યાં ઝૂપડા બાંધીને દબાણ કરેલા સ્થાનિક બહેનોને જગ્યા ખાલી કરવા માટે સૂચના આપી અને દબાણ તોડવા માટે પોતાનું જીસીબી મોકલી આપ્યું હતું પરંતુ સ્થાનિક બહેનો જેમણે દબાણ કર્યું હતું ઍવા ૧૦૦ થી ૧૫૦ જેટલી બહેનોઍ પોતાની રીતે પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કર્યો હતો જેથી હવે પારડી નગરપાલિકાનો રસ્તો સરળ થઈ ગયો છે.
પાલિકાના ચીફ ઓફિસર કોમલબેનના જણાવ્યા મુજબ પારડીના ધારાસભ્ય કનુભાઈઍ જનતા ના હિતમાં મચ્છી માર્કેટ બનાવાની રજૂઆતના પગલે ગ્રાન્ટ મંજૂર કરી છે અને ટૂંક સમયમાં આધુનિક મચ્છી માર્કેટ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે જેથી લોકોને રાહત મળશે અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મચ્છી માર્કેટ બનાવવા માટે ની ચર્ચા ચાલી રહી હતી પરંતુ બહેનોઍ પોતે દબાણ કરેલી જગ્યા ખુલ્લી કરી આપતા હવે મચ્છી માર્કેટ બનાવવાનો રસ્તો પણ ખુલ્લો થઈ ગયો છે.