Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

રોહિણામાં અગરકર સાહિત્ય મંદિરનું લોકાર્પણ કરાયું

રોહિણામાં અગરકર સાહિત્ય મંદિરનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના રોહીણા  મુકામે ગ્રામ પંચાયત રોહિણા, રૅનબૉ વૉરિઅરના સંયુક્ત ઉપક્રમે અસૌ. શીલાબેન અગરકર સાહિત્ય મંદિર-પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રોહીણા આશ્રમથી તૂર વાજીંત્રના તાલે જ્ઞાન યાત્રામાં મોટી સંખ્યામાં વાચકો, ગ્રામજનો, આગેવાનો, યુવાનો ખુબજ ઉત્સાહભેર જોડાયા હતા. ગામની બાળાઓ દ્વારા સૌ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. ત્યારબાદ દાતા અરુણભાઈ અગરકર, પ. પૂજ્ય કૈલાસગિરી મહારાજ, પૂ.  ડૉ. નિતલ બાપુ, પાર્થિવ મહેતા તથા ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામા આવ્યું હતું. સૌ મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી  સન્માન કરવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયત રોહિણા દ્વારા ગામના નિવૃત તમામ કર્મચારીઓનું તથા દાતા- અગરકર પરિવારના સભ્યો, રૅનબૉ વૉરિઅરના  સભ્યોનું શાલ ઓઢાડી, પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય કૈલાસગિરી મહારાજ, પૂજ્ય ડૉ. નીતલ બાપુ ઍ સાહિત્ય મંદિરનું મહત્વ સમજાવ્યું હતું તથા વાચકો ને ઉજ્જ્વળ ભવિષ્ય ના આશિષ પાઠવ્યા હતાં. દાતા અરુણભાઈ અગરકરે  વાચકો ને જરૂરી તમામ સુવિધા આપવાની ખાતરી આપી હતી. પાર્થિવ મહેતાઍ લાઇબ્રેરીની સાથે સાથે અંગદાન, દેહદાન, ચક્ષુ દાનનું મહત્વ સમજાવ્યું હતું તથા કન્યાઓના શિક્ષણ માટે ના પ્રયત્નો વિશે જણાવ્યું હતું.  અગરકરના પરિવારજનો પુત્ર ચિ. સમીરભાઈ પુત્રવધુ વૃશાલી,જમાઈ રાજેશકુમાર, મહેશભાઈ ગરાસીયા આર.ટી.ઓ કચેરી વલસાડ, નિમેશભાઈ ગાંવિત (ના.ઑ.) ભાવિકા પટેલ, સુનિલભાઈ પટેલ, જુગલભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કૈલાસભાઈ પટેલ, પ્રો ચંદ્રકાંત પટેલ, ભક્તિકાંત પટેલ, મયંક પટેલ- સરપંચ ખેરલાવ, સતીશભાઈ પટેલ- સરપંચ પાનવા , ગ્રામ પંચાયત રોહિણાના તમામ સભ્યો  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્નાં હતાં. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરપંચ રવિન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ, હેમંતભાઈ, કૈલાસભાઈ, નિતેશભાઈ, સંદીપ, મુકેશભાઈ, પંકજ, મહેન્દ્ર, કનુભાઈ, રાજેશભાઈ, શશીભાઈ  તથા ગ્રામ પંચાયત સભ્યો ઍ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન - સંચાલન સરપંચ રવિન્દ્રભાઈ, પંચાયતના સભ્યો તથા કો. ઑ. શંકરભાઈ પટેલે કર્યું હતું.