Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડમાં શેરીગરબા સ્પર્ધાનું આયોજન

વલસાડમાં શેરીગરબા સ્પર્ધાનું આયોજન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસડ, તા. ૧૨ ઃ ઉડાન ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છેલ્લા ૧૦ વર્ષથી, ૅરંગરસિયા - ગરબે ઘૂમે ગુજરાત મહોત્સવૅ નામથી ગુજરાતી સંસ્કૃતિના જતન સંવર્ધનના ભાગરૂપે શેરીગરબા, બેઠા ગરબા અને ઝેરીયું જેવી સ્પર્ધાઓનું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે પણ તા. ૪ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર દરમિયાન ૮૧ જેટલી જંગી ઍન્ટ્રી સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી શેરીગરબાનું આયોજન થયું, જેમાં ૧૩૦૦ જેટલા સ્પર્ધકોઍ ભાગ લીધો હતો.
આજે ગરબાનું વ્યાપારીકરણ થયું છે, ત્યારે આવા સમયે ઉડાન દ્વારા આ સ્પર્ધા માટે ઍકપણ રૂપિયાની ઍન્ટ્રી ફી લેવામાં આવતી નથી, આયોજક ડો. જાનકી ત્રિવેદીઍ જણાવ્યું કે   ગરબા ઍ ગુજરાતની ઓળખ અને અમૂલ્ય વિરાસત હોય, તેનું વ્યાપારીકરણ કરવાની જગ્યા ઍ; આપણી અમૂલ્ય સંસ્કૃતિનું જતન કરીને, આપણી વિરાસતને વિશ્વ ફલક ઉપર ઉજાગર કરી, ગુજરાતની ગરિમાને વધુ ઉજાગર કરવી જોઈઍ. જે અંતર્ગત સ્પર્ધકોમાંથી જે પણ ભાઈઓ કે બહેનોને સંતાનમાં દીકરીઓ હોય તેમને વિશેષ સર્ટિફિકેટથી સ્નમાનિત કરવામાં આવ્યા હતાં.
આ સ્પર્ધાનું ઇનામ વિતરણ તા. ૧૦ ઓક્ટોબરે કોળી પટેલ સમાજની વાડીમાં આયોજન થયું હતું. જેમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ  ઉપસ્થિત રહીને વિજેતાઓને ઇનામ આપ્યા હતાં. ૩૩ ટીમોને ટ્રોફી તેમજ રોકડ ઇનામ આપવામાં આવેલા હતાં. સંસ્થા દ્વારા ઍક નવી પહેલ શરુ કરવામાં આવી, જેમાં વર્ષોથી વલસાડ માટે જીવનારા વિરલ વ્યક્તિત્વો ડો. નયનાબેન દેસાઈ તથા ડો. અશોકભાઈ શાહ ને લાઈફ ટાઈમ ઍચીવમેન્ટ ઍવોર્ડ ઍટલે કે ૅવલસાડ ચિરંજીવી યોગદાન ગૌરવ સન્માન દ્વારા નવાજીને ઍમની આજીવન વલસાડ પ્રત્યેની સેવાનું અભિવાદન કરી બિરદાવવામાં આવી હતી.  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોન્સર્સ ૅં વીરચંદ ગોવનજી જવેલર્સ,  મહેન્દ્રભાઈ શાહ, વેરસ્ટાઈલ - હાઉસ ઓફ ફેશન, ડીઍલ ટ્રેડર્સ, ડો. નાઇલ દેસાઈ, ડો. નીલમ સોલંકી પઢીયાર,  ઠાકોરભાઈ ઢીંમર - જલારામ ફાયનાન્સ, સંકલ્પ ઈંટેરીનો, કિશોરભાઈ પટેલ, જાવેદ હબીબ સલોન તથા બોમ્બે બેકરી અને ફરસાણ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે  ભાવનાબેન ચોખાવાલા, હેમાલીબેન ટંડેલ તથા  તન્વીબેન પટેલ ઍ ફરજ બજાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડો. જાનકી મુકેશભાઈ ત્રિવેદી ઍ ભારે જહેમત ઉઠાવી હતી.