Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

પાનસમાં વન અને પર્યાવરણ મંત્રીઍ વનબંધુ મહિલાઓ સાથે સંવાદ કર્યો

પાનસમાં વન અને પર્યાવરણ મંત્રીઍ વનબંધુ મહિલાઓ સાથે સંવાદ કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસડ, તા. ૧૨ ઃ વલસાડ દક્ષિણ વન વિભાગ (રેન્જ-નાનાપોંઢા) દ્વારા નાનાપોંઢાના પાનસ ખાતે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના માનનીય મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ પણ ઉપસ્થિતિ રહ્ના હતાં.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાઍ વન ધન વિકાસ કેન્દ્ર (સ્ઝ઼સ્ધ્) અને સહભાગી વન વ્યવસ્થા મંડળી (થ્જ્પ્ઘ્)ની મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક ઉપજો અને જંગલ પેદાશ આધારિત ઉત્પાદનો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ત્યારબાદ, મંત્રીઍ વન ધન વિકાસ કેન્દ્ર અને સહભાગી વન વ્યવસ્થા મંડળીની મહિલા સભ્યો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદનો મુખ્ય હેતુ વન વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક પ્રવૃત્તિઓને -ોત્સાહન આપવા, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને વન્ય પેદાશો થકી તેમની આજીવિકામાં સુધારો લાવવાનો હતો. મંત્રીઍ મહિલાઓની કામગીરીને બિરદાવી તેમને સરકાર તરફથી મળતા જરૂરી સહકારની ખાતરી આપી હતી.
કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક બી. સુચીન્દ્રા, નાયબ વન સંરક્ષક ડી. ઍન. રબારી, મદદનીશ. ઍન સંરક્ષક અનુરાગ બાબેન અને સામાજિક વનીકરણ વલસાડના નાયબ વન સંરક્ષક રોહિત ચૌધરી ઉપસ્થિત રહ્ના હતાં.