Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

ધરમપુર-કપરાડાના બિસ્માર માર્ગોથી રાહદારી-વાહનચાલકોને ભારે મુશ્કેલી

ધરમપુર-કપરાડાના બિસ્માર માર્ગોથી રાહદારી-વાહનચાલકોને ભારે મુશ્કેલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ))
ધરમપુર, તા. ૧૨ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ માર્ગોની બિસ્માર હાલતને લઈને ધરમપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ધીરજ પટેલ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ધરમપુર શહેરમાંથી પસાર થતા ધરમપુર–વલસાડ રોડ, ધરમપુર–વાંસદા રોડ તેમજ ધરમપુરથી કપરાડા અને વાપી તરફ જતા માર્ગોનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, વરસાદને કારણે આ માર્ગો પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં ધૂળની ડમરીઓથી  વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તાઓ પરથી પસાર થવું જોખમી બન્યું છે. રસ્તાઓની ખરાબ હાલતને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્ના છે.  વધુમાં જણાવાયું છે કે વરસાદના કારણે માર્ગો પર પડેલા ખાડાઓથી ધૂળની ડમરીઓના કારણે મોં ઉપર રૂમાલ મુકવાની ફરજ પડી રહી છે સ્થાનિક લોકોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. રજૂઆતમાં માર્ગોની યોગ્ય જાળવણી અને સમારકામની કામગીરી સમયસર કરવામાં આવે તેવી જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર ધીરજ પટેલે સંબંધિત તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.