વલસાડની આર.ઍમ. ઍન્ડ વી.ઍમ. વિદ્યાર્થીઅો વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝળકયા
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ સ્થિત આર.ઍમ.ઍન. વી.ઍમ. દેસાઈ વિદ્યાધામના વિદ્યાર્થીઓઍ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા કક્ષાઍ પ્રથમ ક્રમ પ્રા કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓઍ પોતાની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને નવીન પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ વિનોદચંદ્રન મગનભાઈ દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ અને આચાર્ય બિજલબેન આઈ. પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં. શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આ સફળતા પ્રા થઈ છે.આ સિદ્ધિથી શાળામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. વિદ્યાર્થીઓની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન ક્ષેત્રે નવીન સંશોધનો અને પ્રયોગો કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.શાળાની આ સિદ્ધિ માટે પ્રમુખ વિનોદચંદ્રન મગનભાઈ દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ અને આચાર્ય બિજલબેન આઈ. પટેલે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
