Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડના ‘જય ભવાની ગ્રુપ’ના ૬૫ યુવાનો માતાના મઢ પહોંચ્યા

વલસાડના ‘જય ભવાની ગ્રુપ’ના ૬૫ યુવાનો માતાના મઢ પહોંચ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ  વલસાડના  ‘જય ભવાની ગ્રુપ’ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી ચાલતી ભક્તિમય પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ૬૫ જેટલા યુવાનો સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી આશાપુરા માતાજીના ધામ માતાના મઢ ખાતે પહોંચી ગયા છે.
આ સાયકલ યાત્રાનો પ્રારંભ વલસાડ શાકભાજી માર્કેટ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર થી તા. ૪/૧૦/૨૦૨૪ ના રોજ  બપોરે ૩ કલાકે માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં થયો હતો. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળેલા આ ૬૫ યુવાનોઍ રસ્તામાં ધર્મજ સ્થિત જલારામ બાપાના મંદિર, સુપ્રસિદ્ધ ચોટીલા ધામ, માટેલ ખોડિયાર માતાજી તેમજ કબરાઉ મોગલ ધામમાં શીશ ઝુકાવી દર્શન-અર્ચન કર્યા હતા.
તમામ પવિત્ર યાત્રાધામોના આશીર્વાદ મેળવતા આ યુવાનો કઠિન પ્રવાસ ખેડી આખરે માતાના મઢ ના કુળદેવી આશાપુરા માતાજીના ચરણોમાં તા. ૧૦/૧૦/૨૦૨૬ ના રોજ પહોંચ્યા હતા. સમગ્ર સંઘ માતાના મઢ પહોંચતા જ વાતાવરણ ૅજય આશાપુરા મૉના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને યુવાનોઍ મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અનોખી સાયકલ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતાં વલસાડ પંથકના ભક્તોમાં પણ હર્ષોલ્લાસ જોવા મળી રહ્ના છે.