Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું

રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટને ‘ઇન્ડિયા  બુક  ઓફ  રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ  માનવસેવા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં માત્ર ૧૨ કલાકમાં ૩,૬૨૧ બ્લડ યુનિટ ઍકત્રિત કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિને ત્ઁફુર્જ્ઞ્ી ગ્ંંત્ત્ ંશ્ ય્ફૂણૂંશ્વફુસ્ન્ દ્વારા માન્યતા મળતાં રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ટ્રસ્ટના પ્રમુખ ચિંતનભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ના નામે પ્રમાણપત્રો તેમજ મેડલ અર્પણ કરવામાં આવ્યાં હતાં.વલસાડ ના રોલા ગામે ત્રિ દિવસીય  ‘ઉત્સવની રાત – પ્રી-નવરાત્રી ગરબા’ના આયોજન દરમિયાન કાર્યક્રમમાં સુરત રેન્જ આઈ.જી પ્રેમ વીર સિંહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાંસ્કૃતિક ઉત્સાહ અને માનવસેવાના અનોખા સમન્વય વચ્ચે રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી. રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ છેલ્લા ૮ વર્ષથી સતત રક્તદાન કેમ્પનું આયોજન કરીને માનવસેવાનું કાર્ય કરી રહ્નાં છે. આ સેવાયાત્રા દરમિયાન વર્ષ ૨૦૨૪માં ૧,૬૨૧ બ્લડ યુનિટ અને વર્ષ ૨૦૨૫માં ૨,૦૨૫ બ્લડ યુનિટ ઍકત્રિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વર્ષ ૨૦૨૬માં માત્ર ૧૨ કલાકમાં ૩,૬૨૧ બ્લડ યુનિટ ઍકત્રિત કરવાની સિદ્ધિ સાથે ટ્રસ્ટે પોતાની સેવાયાત્રામાં ઍક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેર્યો છે.
આ સિદ્ધિ માત્ર આંકડાકીય રેકોર્ડ નથી, પરંતુ રક્તદાતાઓની નિઃસ્વાર્થ ભાવના, સેવાભાવી કાર્યકર્તાઓની મહેનત અને સમાજના સહિયારા સહયોગનું પ્રતિબિંબ છે. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપવાના ઉમદા હેતુ સાથે શરૂ થયેલી આ પહેલ આજે સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં સહયોગ આપનાર ભાજપ, વલસાડ જિલ્લા પરિવાર, અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, વારી, પરમ  હોસ્પિટલિટી તેમજ તમામ સહયોગી સંસ્થાઓ, દાતાશ્રીઓ, પ્રાયોજકો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને રક્તદાતાઓનો રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ચિંતનભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો અને તેમણે  જણાવ્યુ કે આ સિદ્ધિ કોઈ ઍક વ્યક્તિની નથી, પરંતુ દરેક રક્તદાતા, સહયોગી સંસ્થા અને સેવાભાવી વ્યક્તિના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. તેમણે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ રક્તદાન અને માનવસેવાની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા રક્તદાન ઉપરાંત સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. આ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રીતે રક્તદાન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અને આપત્તિના સમયે જનસેવાના કાર્ય દ્વારા રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટે સમાજસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની આ સિદ્ધિ સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. ખાસ કરીને રોલા ગામ માટે આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે ગામની સેવાભાવી સંસ્થાઍ રક્તદાન જેવા જીવનદાયી કાર્ય દ્વારા વિશાળ સામાજિક પ્રેરણા પૂરી પાડી છે.રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટે ભવિષ્યમાં પણ સેવા, સંકલ્પ અને સમર્પણની ભાવના સાથે માનવસેવાની આ યાત્રા અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.