Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

બોડવાંકમાં શેરડીના ખેતરમાં સંતાડેલો ખેર ઝડપાયો

બોડવાંકમાં શેરડીના ખેતરમાં સંતાડેલો ખેર ઝડપાયો


ચીખલી, તા.૧૨ ઃ ચીખલી તાલુકાના બોડવાંક ગામેથી ઍક ખેડૂત ના શેરડીના ખેતરના સેઢાવાળા ભાગ ઉપર ગેરકાયદેસર સંતાડેલો ખેરનો જથ્થો ઝડપી પાડી ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેર તથા સાગી લાકડાની હેરાફેરી અવર નવર થતી રહી છે ત્યારે ચીખલી તાલુકાના બોડવાંક ગામે રહેતા અઝરુદ્દીન શાહબુદ્દીન સૈયદ ઉર્ફે (અઝર,અજજુ ) ની શેરડીના ખેતરના શેઢાવાળા ભાગ ઉપર મોટી માત્રામાં ઇમારતી ખેરના લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી ચીખલી વન વિભાગના કર્મચારીઓને મળતા કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે જઈ રેડ પાડતા શેરડીના ખેતરના સેઢાવાળા ભાગમાંથી ગેરકાયદેસર રીતે ખેરનો  ઇમારતી ઘડતર કરેલો જથ્થો નંગ ૪૨ ઘન મીટર ૧૧૪૫ કિંમત રૂપિયા આશરે રૂ. ૧ લાખનો મુદ્દા માલ મળી આવતા ચીખલી વન વિભાગે અઝરુદ્દીન શાહબુદ્દીન સૈયદ ભાગી જતા જેની વિરુંધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.