વાપી જૂના ફાટક સબ-વેનું બોક્સ ખોલવાની કવાયત શરૂ
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૨ ઃ વાપીમાં પૂર્વ-પડ્ઢિમને જોડતા વધુ ઍક વિકલ્પ ઍવા જૂના ફાટક સબ-વેનું બંધ કરાયેલું બોક્સ ખોલવાની કામગીરી આજે સોમવારથી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. વાપીમાં હાલ વાહનોની અવર-જવર માટે દક્ષિણમાં ગરનાળા અને ઉત્તરમાં બલીઠા સબ-વે આશીર્વાદરૂપ છે. આ બંને વચ્ચે જૂના ફાટક પાસે મંજૂર થયેલો ત્રીજો સબ-વે, જેનું બોક્સ પુશિંગનું કામ ૧૦ મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ તેની બાજુમાં જ દોઢ અબજના ખર્ચે બની રહેલા રેલવે ફલાય ઓવર બ્રિજના કામને કારણે આ સબ-વેનું કામ વિલંબમાં પડ્યું હતું.
ચોમાસા દરમિયાન બોક્સમાં પાણી ભરાઈને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા તેને માટીથી પૂરી દેવામાં આવ્યું હતું. હવે ચોમાસું પૂરું થતા આ નાળાને ફરી કાર્યરત કરવા માટે આજે પાલિકાઍ કવાયત હાથ ધરી છે. બોક્સમાં ભરાયેલું પાણી બહાર કાઢવા માટે જનરેટર સાથે હેવી પંપ લગાવવામાં આવ્યા છે, જ્યારે અંદર જામેલો કાદવ-કીચડ અને માટી કાઢવા માટે પડ્ઢિમ છેડે થ્ઘ્ગ્ મશીન કામે લગાડવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બોક્સ ખુલ્લું થયા બાદ બંને તરફ ઍપ્રોચ રોડ બનાવવાનું કામ શરૂ કરાશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઍ છે કે સબ-વેના પૂર્વ છેડે બહાર નીકળતા જ નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનો પિલર અડચણરૂપ બની રહ્ના છે. જેના કારણે વાહનોની અવર-જવર કેવી રીતે થશે તે મોટો સવાલ છે. હવે આ ટેકનિકલ ખામીને દૂર કરવા માટે મહાનગરપાલિકા અને રેલવે તંત્ર શું ઉકેલ લાવે છે, તેના પર સૌની નજર છે.
