Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

દમણગંગા નદી પર રૂ. ૧૫૯.૫૦ કરોડના કોઝવેને મંજૂરી

દમણગંગા નદી પર રૂ. ૧૫૯.૫૦ કરોડના કોઝવેને મંજૂરી


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.૧૨ ઃ વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર રૂ. ૧૫૯.૫૦ કરોડનાં ખર્ચે દમણગંગા નદી પર બનનારી‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે. વાપી તાલુકાનાં નામધા ગામ નજીક દમણગંગા નદી પર ‘દમણગંગા બેરેજ યોજના  નિર્માણ પામશે. આ સ્થળ હાલના વાપી વિયરથી આશરે ૩ કિલોમીટર ડાઉનસ્ટ્રીમમાં આવેલું છે. આ બેરેજ યોજનાની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૫.૪૯ મિલિયન ઘન મીટર (પ્ઘ્પ્) હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય લાભ સિંચાઈ ક્ષેત્રે થશે. દમણગંગા બેરેજથી આશરે ૫૪૯ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. સંગ્રહિત પાણી લિફટ સિંચાઈ વ્યવસ્થા મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી નામધા, ચંદોર, મોહન, ઍકલહારે, નહુલી અને જાંબુરી ઍમ છ ગામોને લાભ થશે. પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત, ખારાશ નિયંત્રણ અને સામાજિક -આર્થિક વિકાસ સહિત અનેકવિધ લાભો મળવાશે. લગભગ ઍક વર્ષ પહેલાં ગુજરાત સરકારે ઔદ્યોગિક શહેર વાપીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યો છે. વાપી મહાનગરપાલિકા થવાથી શહેરની વસ્તી પણ વધશે અને તેની પાણીની જરૂરિયાત પણ વધશે.
વર્ષ ૨૦૨૪ -૨૫નાં આંકડાઓ મુજબ વાપી વિયર મારફતે ઞ્ત્ઝ઼ઘ્-વાપીને ઔદ્યોગિક ઉપયોગ માટે ૧૯ પ્ઘ્પ્, પાણી પુરવઠા માટે ૭.૩૦ પ્ઘ્પ્ અને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનને ૬ પ્ઘ્પ્ પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. તેનાથી કુલ રૂ. ૬૯.૧૫ કરોડની આવક થઈ હતી. સૂચિત બેરેજના કારણે વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી થતાં બિન-કૃષિ હેતુઓ માટે પાણીના ઉપયોગમાં વધારો થશે. આ બેરેજથી ઉપરવાસમાં આશરે ૩.૫ કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થશે, જેના કારણે વાપી શહેરમાં આવેલા હાલના ટ્યુબવેલ્સને ભૂગર્ભજળ રિચાર્જનો લાભ મળશે. બેરેજની રચના દરિયાની ભરતીના પાણીના પ્રભાવને નિયંત્રિત કરવા અને નદીના પટમાં ખારાશનું પાણી પ્રવેશતું અટકાવવા માટે પણ કરવામાં આવી છે.

વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા નામધા-ચંડોર ગામ પાસેથી પસાર થતી દમણગંગા નદી પર રૂ. ૧૫૯.૫૦ કરોડના ખર્ચે કોઝવે બનાવવાની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેનાથી દમણગંગા નદીમાં ચોમાસા દરમિયાન મોટી માત્રામાં વહેતું પાણી દરિયામાં વહી જતું હોય છે. આ પાણીને રોકીને તેનો સંગ્રહ કરવામાં આવે તો આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવામાં મદદ મળી શકે છે. પરિણામે અનેક ગામોમાં આવેલા બોર કૂવા અને તળાવોમાં પાણીની ઉપલબ્ધતા વધવાની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ લાભ થવાની શક્યતા છે. વાપી થી પસાર થતી દમણગંગા નદીના પાણીનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે અને નદીમાં વહી જતું પાણી સંગ્રહિત કરી શકાય તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાણા તથા શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્ના હતા. જેમા વાપી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ,  ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વાપી મનપા ના માજી પ્રમુખ અને હોદેદારો તેમજ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન ના હોદ્દેદારોઍ પણ દમણગંગા નદીના પાણીનો સંગ્રહ કરી તેનો પુનઃઉપયોગ થાય તે માટેની યોજના અંગે રજૂઆતો અને પ્રયાસો હાથ ધર્યા હતા. નદી પર બેરેજ અને રિવરફ્રન્ટ વિકસાવવાની યોજનાઓને મંજૂરી મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

બેરેજ વાપી માટે આશીર્વાદ બનશે
વાપીના દમણગંગા નદી કિનારે આવેલા નામધાની લુમેન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ થી ઉમરગામ તાલુકાના મોહનગામ સુધી કોઝવે બનાવવામાં આવશે. જેમાં સંગ્રહ થનાર પાણી વાપી મનપા અને જીઆઈડીસી અને ઉદ્યોગોને ઉપયોગી થશે. તેમજ વાપી નેશનલ હાઇવે નંબર ૪૮ થી દમણના કચીગામ ઝરી કોઝવે સુધીનો દમણગંગા નદીનો કિનારો ચોખ્ખો અને પ્રદૂષણ મુક્ત પણ બનશે. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્નોથી મંજૂર થયેલો બેરેજ વાપી માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે
- સતીશ ભાઈ પટેલ, વાપી મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન