વાપી અંબામાતા મંદિરના ચોકમાં હજારો ખેલૈયા મન મુકી ગરબે ઘૂમ્યા
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) રવિવારથી શરૂ થયેલા ગુજરાતની અસ્મિતા સમાન નવલી નવરાત્રિના પ્રથમ દિવસે વાપી અને આજુબાજુના ગામના લાખો ભક્તો માટે અસ્થાના કેન્દ્ર વાપી ઉદ્યોગનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબામાતા મંદિર પરિસરમાં હજારો ભક્તો માતાજીના ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. ગરબાની શરૂઆત પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વીઆઇઍ પ્રમુખ સતીશ પટેલ સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઅો અને આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી.
