Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વાપીની હોસ્પિટલના ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં નવજાત મળતાં ચકચાર

વાપીની હોસ્પિટલના ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં નવજાત મળતાં ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીની હરિયા હોસ્પિટલના જનરલ ટોયલેટમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રા માહિતી મુજબ, હોસ્પિટલના જનરલ ટોયલેટમાં કાળી પ્લાસ્ટિકની થેલીમાં કોઈઍ નવજાતને ત્યજી દીધું હતું. થેલીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા ત્યાં હાજર દર્દીના ઍક સગાને શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. બાળકને બહાર કાઢતા તેના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી તેનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રઍ તાત્કાલિક નવજાતને સારવાર માટે ફત્ઘ્શ્ માં દાખલ કર્યું છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે વાપી હરિયા હોસ્પિટલ દ્વારા વાપી જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હોસ્પિટલના સીસીટીજી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને શંકાના આધારે કેટલાક લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અમાનવીય ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.