દમણના ઔદ્યોગિક વિસ્તારોમાં સફાઈ માટે ૧૦૦થી વધુ ઍકમો જાડાયા
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૨ ઃ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવની પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ‘સ્વચ્છ ઉદ્યોગ, સ્વચ્છ પર્યાવરણ’ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં આશરે ૧૦૦ ઔદ્યોગિક ઍકમોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન ઔદ્યોગિક ઍકમોના પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. સાથે જ ઍકત્રિત કચરો દૂર કરવા, યોગ્ય કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રદૂષણ નિયંત્રણ સમિતિઍ તમામ ઔદ્યોગિક ઍકમોને સ્વચ્છતા અને યોગ્ય કચરા વ્યવસ્થાપનને તેમની નિયમિત કામગીરીનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે.
