Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વાપીમાં રોટરી નવરાત્રી ‘થનગનાટ-૨૦૨૬’નો પ્રારંભ

વાપીમાં રોટરી નવરાત્રી ‘થનગનાટ-૨૦૨૬’નો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીમાં રોટરી આયોજિત નવરાત્રી થનગનાટ -૨૦૨૬માં પહેલા નોરતે ગાયકોના ગીતો, વાદ્યંત્રકારોના સંગીત અને ખેલૈયાઓનું અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
પ્રથમ દિવસે નાણામંત્રી રોટેરીયન કનુભાઈ દેસાઈ, વલસાડ ડિસ્ટ્રિક્ટ કલેકટર નીતિન સંગવાન, વાપી ઇન્ડસ્ટ્રીસ ઍસોસિયેશનના પ્રમુખ સતિષભાઇ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઇ, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી.
માતાજીના પરંપરાગત ગરબા, સીતારામની ધૂન, રાધા કૃષ્ણના પ્રેમભર્યા ગીતો, ‘ગોતી લો’ જેવા  લોકગીતો અને ભજનો સાથે વાતાવરણમાં ખેલૈયાઓ અને દર્શકો આદ્યશકિતની ભક્તિમાં લીન થઈ ગયા હતા.
રોટેરીયન ભરતભાઈ પટેલ ચેરમેન પદે  થનગનાટ ૨૦૨૬ માટે સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી રહ્ના છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોટરી દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમો જેવા કે હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો, નિયમિત મફત ડાયાલિસિસ, રોફેલ કોલેજ દ્વારા શિક્ષણલક્ષી કાર્યક્રમો અને બ્લડ મોબાઈલ વેન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરાશે.