વાપીમાં ધો. ૧ ની ભૂલકીને રઝળાવી શાળાનો સ્ટાફ ઘરભેગો થઈ ગયો!
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી ટાઉન સ્થિત કન્યા શાળામાં આજે સાંજે વાલીઓની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે સાંજે ૫ વાગ્યે શાળા છૂટ્યા બાદ મોટાભાગના વાલીઓ પોતાની બાળકીઓને લઈને ઘરે જતા રહ્ના હતા. મોટી વિદ્યાર્થિનીઓ જાતે ઘરે જતી રહી હતી. પરંતુ ધોરણ-૧ માં અભ્યાસ કરતી ઍક માસૂમ બાળકીને લેવા તેના કોઈ સગા-સંબંધી કે વાલી આવ્યા નહીં. બાળકી ઍકલી રહી જતા શાળા સંચાલકોઍ તેના વાલીને ફોન કર્યો હતો. વાલીઍ ફોન પર ‘થોડી જ વારમાં આવીને લઈ જઈઍ છીઍ’ ઍવું કહ્નાં હતું. સંચાલકોઍ થોડી રાહ જોયા બાદ બાળકીને શાળાની સામે ઉભેલા સ્થાનિક લોકોને સોંપીને જતા રહ્ના હતા.
ઍક કલાક વીતી ગયા છતાં પણ બાળકીને લેવા કોઈ આવ્યું નહીં. આખરે સ્થાનિક લોકોઍ બાળકીના ગળામાં લટકતા ઓળખ કાર્ડ (ત્ઝ઼ કાર્ડ) પર લખેલા નંબર પર ફોન કર્યો, ત્યારે પણ વાલીઍ ‘હમણાં કોઈને મોકલીઍ છીઍ’ ઍવો જ જવાબ આપ્યો હતો. સાંજના સમયે નાની બાળકીને આમ ઍકલી રઝળતી મૂકી દેવી કેટલી યોગ્ય છે? પોતાના બાળકો પ્રત્યે કેટલાક વાલીઓ કેટલા બેદરકાર અને બેજવાબદાર છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
