Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

ધરમપુરમાં કોîગ્રેસનો સીઈસીના રાજીનામાની માંગ સાથે વિરોધ

ધરમપુરમાં કોîગ્રેસનો સીઈસીના રાજીનામાની માંગ સાથે વિરોધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરમપુરમાં પદયાત્રા અને ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના હનનના આક્ષેપ સાથે આંબેડકર ચોકથી ગાંધીબાગ સુધી પદયાત્રા યોજવાની તૈયારી હતી. જોકે, કૂચ શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લેતાં સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે રકઝકનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. અટકાયતમાં લેવાયેલા કાર્યકરોને થોડા સમય બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરી સામે વિરોધ નોંધાવવા યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોઍ પોતાની માગણીઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ,  ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ પટેલ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી મુફીદ પઠાણ, વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેતન સોલંકી,  સહિત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ કાર્યવાહી થતાં ધરમપુરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.