વાપી જે-ટાઈપ બ્રિજ ઉપર કામ પૂર્ણ, રોડ ખુલ્લો મૂકાયો
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપીમાં જે ટાઈપ રેલ્વે ઓવર બ્રિજના કામ અર્થે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બે વખત મેગા બ્લોક આ દરમિયાન રેલ્વે ટ્રેક ઉપર ૨૨ મીટરના સ્પેનનું અધૂરું કામ ૧૧ ઓક્ટોબર રવિવારે સવારે જે ટાઈપ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં આ રોડ ૭ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો જે દરમિયાન રેલ્વે લાઇન પર ગર્ડર ઊભા કરવાનું ૫૦ ટકા કામ પૂર્ણ કર્યું હતું, જે બાદ ગત ૭ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી મેગા બ્લોક મંજૂર થતાં આ દરમિયાન ફરી જે ટાઈપ મોટા નાળાથી જીઆઇડીસી જે ટાઈપને જોડતો આ રોડ ૭ દિન બંધ કરી બાકી રહેલ સ્પામ બેસાડવાનું કામ ગઈ કાલે રાત્રે પૂર્ણ કરી દેવામાં આવતા આજે રવિવારે સવારે પહેલા નોરતે જે ટાઈપ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
