Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

નવસારીના વાંસીમાં ૧,૧૪૨ ઍકરમાં કાપડ નગરી બનશે

નવસારીના વાંસીમાં ૧,૧૪૨ ઍકરમાં કાપડ નગરી બનશે


(કમલ શાહ દ્વારા)
અમદાવાદ, તા. ૧૧ ઃ   સુરતના કાપડ ઉદ્યોગને હવે દક્ષિણ ગુજરાતમાં જ ઍક નવો ઔદ્યોગિક આધાર મળવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. કેન્દ્ર સરકારની પીઍમ મિત્ર યોજના હેઠળ ગુજરાત સરકારે નવસારી જિલ્લાના વાંસી ખાતે ૧,૧૪૨ ઍકરમાં મેગા સંકલિત કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ પાર્ક વિકસાવવાની યોજના આગળ ધપાવી છે. આ પાર્કમાં માત્ર કાપડ બનાવવાના કારખાનાઓનો સમૂહ નહીં પરંતુ કપાસથી લઈને કાપડ, પ્રક્રિયા, તૈયાર વસ્ત્રો અને વિદેશી બજાર સુધીની સમગ્ર ઉત્પાદન સાંકળને ઍક જ પરિસરમાં જોડવાનો પ્રયાસ કરાયો છે. આ અંગેનો ઍક ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ-ઝ઼ભ્ય્ તૈયાર કરાયો છે. જે મુજબ આ પાર્કમાં અંદાજે રૂ. ૨,૭૪૪.૭૭ કરોડનું સામાન્ય માળખાકીય વિકાસ ઊભું કરવાનું આયોજન છે. જ્યારે પાર્કમાં ઉદ્યોગો તરફથી આશરે રૂ.૧ લાખ કરોડ સુધીનું રોકાણ આકર્ષાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સીધી અને પરોક્ષ રીતે આશરે ૩ લાખ રોજગાર સર્જાવાની અપેક્ષા રાખવામાં આવી છે.
વાંસીના પાર્ક માટે કરવામાં આવેલા માંગ સર્વેમાં પ્રોજેક્ટની સંભવિત માંગનો મોટો ચિત્ર સામે આવ્યું છે. કુલ ૧,૮૦૯ ઍકમોઍ ૩,૬૦૧.૮૬ ઍકર જમીનની માંગ વ્યક્ત કરી છે.
તેની સામે પાર્ક માટે ઉપલબ્ધ કુલ જમીન ૧,૧૪૨ ઍકર છે ઍટલે કે, ઉદ્યોગો તરફથી વ્યક્ત થયેલી જમીનની માંગ ઉપલબ્ધ જમીન કરતાં છ ગણાથી પણ વધુ ઔદ્યોગિક વિસ્તારની જરૂરિયાત દર્શાવે છે. આ માગમાં સૌથી મોટો હિસ્સો વણાટ ક્ષેત્રનો છે. ૭૭૭ ઍકમોઍ ૧,૦૦૬.૩૬ ઍકર જમીનની માંગ કરી છે. પ્રક્રિયા ક્ષેત્રના ૨૬૫ ઍકમોઍ ૯૪૫.૬૧ ઍકર, અન્ય કાપડ સંબંધિત ક્ષેત્રોના ૧૮૨ ઍકમોઍ ૫૫૫.૫૮ ઍકર, તકનીકી કાપડ ક્ષેત્રના ૯૧ ઍકમોઍ ૨૬૬.૩૨ ઍકર અને તૈયાર વસ્ત્રોના ૧૭૪ ઍકમોઍ ૨૮૪.૮૨ ઍકર જમીનની માંગ કરી છે. આ ઉપરાંત કાતણ, ગિનિંગ, ગૂંથણ અને કાપડ મશીનરી ક્ષેત્રમાંથી પણ નોંધપાત્ર માંગ નોંધાઈ છે.                         આ પાર્કનું સૌથી મોટું પ્રારંભિક રોકાણ સામાન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં થવાનું છે. ડીઆરપી મુજબ કુલ વિકાસ ખર્ચ રૂ. ૨,૭૪૪.૭૭ કરોડ અંદાજવામાં આવ્યો છે. તેમાં આશરે રૂ. ૨,૪૩૦.૯૨ કરોડનો વિકાસ ખર્ચ, રૂ. ૨૮૯.૫૪ કરોડના અન્ય ખર્ચ અને રૂ.૨૪.૩૧ કરોડની આકસ્મિક જોગવાઈનો સમાવેશ થાય છે. આ નાણાકીય માળખામાં પીઍમ મિત્ર અનુદાન તરીકે રૂ.૫૦૦ કરોડ અને માસ્ટર ડેવલપર તરફથી રૂ. ૨,૨૪૪.૭૭ કરોડનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. અહીં નોંધવું જરૂરી છે કે આ રૂ. ૨,૭૪૪.૭૭ કરોડનો આંકડો પાર્કના સામાન્ય માળખાકીય વિકાસ માટે છે. પાર્કમાં સ્થપાનારા ખાનગી અને અન્ય ઔદ્યોગિક ઍકમોનું કુલ રોકાણ આથી અલગ છે. ડીઆરપીમાં આવા ઉદ્યોગો મારફતે આશરે રૂ.૧ લાખ કરોડ સુધીનું રોકાણ આકર્ષાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
 ઝ઼ભ્ય્ માં પાંચ તબક્કાને આધાર બનાવી કાપડ ઉદ્યોગની સંપૂર્ણ મૂલ્ય સાંકળ ઍક જ સ્થળે ઊભી કરવાની કલ્પના કરવામાં આવી છે. જીનિંગ, કાતણ, વણાટ, ગૂંથણ, રંગાઈ -પ્રક્રિયા, તૈયાર વસ્ત્રો સહિતના વિવિધ ક્ષેત્રોને ઍક જ ઔદ્યોગિક પરિસરમાં સ્થાન મળે તેવી યોજના છે. તેના કારણે ઍક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગ સુધી કાચો માલ અને તૈયાર માલ પહોંચાડવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. વાંસી પાર્ક માટે ડીઆરપીમાં કાકરાપાર સ્ત્રોતમાંથી આશરે ૯૮ કિલોમીટર લાંબી પાણી પુરવઠા વ્યવસ્થા વિકસાવવાની યોજના દર્શાવવામાં આવી છે. આશરે ૬૫ મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા સાથે આગળ વધારવાની કામગીરીનો ઉલ્લેખ પણ છે.  
 ડીઆરપી મુજબ હાલમાં સ્થળ પર આશરે ૬૫ મેગાવોટની વીજ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બે ૬૬ કિલોવોલ્ટ અને ઍક ૨૨૦ કિલોવોલ્ટ વીજ ઉપકેન્દ્ર માટે જમીન અનામત રાખવામાં આવી છે અને કુલ આશરે ૩૪૦ મેગાવોટ ક્ષમતાનું વીજ માળખું આયોજનમાં દર્શાવવામાં આવ્યું છે.