Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

ખેરગામના બહેજ ગામે ઘરફોડ ચોરીમાં આરોપી સાથે મુદ્દામાલ કબ્જે

ખેરગામના બહેજ ગામે ઘરફોડ ચોરીમાં આરોપી સાથે મુદ્દામાલ કબ્જે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૧ ઃ ખેરગામ બહેજ ગામે બંધ ઘરમાં સોનાના દાગીના તથા સોના ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા મળી ૨.૮૦ લાખની મત્તાની ચોરીમાં ખેરગામ પોલીસે ચાર જેટલા ચોરોને ગણતરીના કલાકોમાં જ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.
બહેજ ઓધવરામ સીટી પ્લોટ નંબર ૯૨માં રહેતા મહેન્દ્રભાઈ બાબરભાઈ પટેલ ઉ.વ. ૫૭ જેઓ તારીખ ૨૯. ૯. ૨૬થી તા. ૭.૧૦. ૨૬ સુધી પ્રવાસે ગયા હતા. દરમિયાન કોઈ ચોર ઈસમોઍ બંધ ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના તથા સોના-ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૨.૮૦ લાખની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ ગુરૂવારે મહેન્દ્રભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે નોંધાવી હતી જેની ખેરગામ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે બાતમીદારો રોકી તપાસ હાથ ધરતા ચાર જેટલા આરોપીઓને દબોચી લીધા હતાં જેમની પાસેથી રોકડા રૂપિયા ૩,૪૦૦ રોકડ અને દાગીના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓમાં મેહુલ રાજેશ પટેલ,  રીન્કેશ પ્રવીણ પટેલ, ઇલેશ નટુ પટેલ તમામ રહે. બહેજ તળાવ ફળિયા હિતેશ મોહન પટેલ રહે. બહેજ નિશાળ ફળીયા આ તમામ આરોપીઓને ખેરગામ પોલીસે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.