Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

કોલવેરા વન કવચનું વન અને પર્યાવરણ મંત્રી દ્વારા લોકાર્પણ

કોલવેરા વન કવચનું વન અને પર્યાવરણ મંત્રી દ્વારા લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ)
ધરમપુર, તા. ૧૧ ઃ સેવા સંકલ્પ અભિયાન - ૨૦૨૬ અંતર્ગત વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાઍ જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કપરાડાના કોલવેરા ખાતે વન વિભાગ દ્વારા નિર્મિત વન કવચનું લોકાર્પણ કરી ગ્રામજનો સાથે આત્મીય લોકસંવાદ કર્યો હતો. મંત્રીઍ લોકોની સમસ્યાઓ અને માંગણીઓ સાંભળી તમામનો ત્વરિત નિકાલ લાવવાની ખાતરી આપી હતી.
મંત્રી અર્જૂન મોઢવાડિયાઍ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, અહીંયા આવી ઍક નવી જ દુનિયાનો અનુભવ થાય છે. અહીંના આદિવાસી લોકોઍ જંગલની સંસ્કૃતિનું ખૂબ જ સારું રક્ષણ કર્યું છે તેથી જંગલ સુરક્ષિત છે.  આ વન કવચના વિકાસથી આવનારા ભવિષ્યમાં સારા પ્રમાણમાં હરિયાળી થશે. કોલવેરાના પ્રવાસન સ્થળ તરીકે  વિકાસ થવાથી સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઊભી થશે. ભવિષ્યમાં અહીં સ્થાનિક લોકોની મંજૂરીથી રહેઠાણની સુવિધા ઊભી કરવાનું આયોજન કરીશું. જેનાથી અહીંના લોકોનું જીવનધોરણ પણ બદલાશે. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  વન કવચ જેવી પહેલ પર્યાવરણના સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જૈવવિવિધતાના જતન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. વૃક્ષોનું જતન, હરિયાળીમાં વધારો અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું નિર્વહન ઍ આજના સમયની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે. આ અવસરે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.