Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

પારડીમાં વિદ્યાર્થિની સાથે આચાર્યનાં કથિત અડપલાંનાં આક્ષેપથી ચકચાર

પારડીમાં વિદ્યાર્થિની સાથે આચાર્યનાં કથિત અડપલાંનાં આક્ષેપથી ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૯ ઃ કિલ્લા-પારડી  વિસ્તારમાં આવેલી ઍક  શાળાના આચાર્ય સામે ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા સાથે છેડતી અને અયોગ્ય શારીરિક વર્તન કરવા અંગે જિલ્લા પોલીસ વડા  સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવતા શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીડિતાના પિતાઍ આચાર્ય સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ મામલો દબાવવાનો પ્રયાસ કરનાર સંચાલકો સામે પણ તપાસ કરવાની માંગ કરી છે.
પારડી વિસ્તારમાં રહેતા પિતાઍ વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે પારડી વિસ્તારમાં આવેલી ઍક શાળાના આચાર્ય ઍ  તેમની સગીર પુત્રી શાળા છૂટવાનો સમય બપોરે ૨ઃ૦૦ વાગ્યાનો હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી સાંજે ૪ઃ૦૦ વાગ્યે ઘરે આવતી હતી અને તેનું વર્તન માનસિક રીતે પરેશાન જણાતું હતું. પરિવાર દ્વારા પૂછપરછ   કરાતાં વિદ્યાર્થિનીઍ જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય શાળા છૂટ્યા પછી તેને રોકી રાખી ‘તને ત્ખ્લ્/ત્ભ્લ્ બનાવીશ, પરીક્ષામાં પાસ કરાવીશ’ જેવી લાલચો આપી નજીક આવી અયોગ્ય શારીરિક સ્પર્શ અને છેડતી કરતા હતા.
વિદ્યાર્થિનીના પિતાઍ હકીકત જાણવા માટે શાળા છૂટવાના સમયે ત્યાં વોચ રાખી હતી. તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ નીકળી ગયા બાદ પણ દીકરી બહાર ન આવતાં તેઓ અંદર તપાસ કરવા ગયા હતા. તેમને પ્રથમ માળે આવેલી લેબોરેટરી (રૂમ નં. ૨૬૬) પાસે જતાં આસપાસના રૂમોને તાળાં હતાં અને લેબનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. પિતાઍ દરવાજો ખખડાવતાં આચાર્ય ઍ અંદરથી દરવાજો ખોલ્યો હતો અને સગીરા અંદર જ મળી આવી હતી. પૂછપરછ કરતાં દીકરીઍ રડતાં રડતાં પોતાની સાથે થયેલા અયોગ્ય વર્તનની વાત કરી હતી.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે આ સમગ્ર ઘટના બાદ શાળાના ટ્રસ્ટીઓ અને સંચાલકો દ્વારા મામલો દબાવી દેવા માટે ધમકી અને દબાણ કરવામાં આવી રહ્નાં છે. પીડિતાના પરિવારે કોઈ પણ દબાણમાં આવ્યા વિના કિલ્લા-પારડી પોલીસ સ્ટેશન તથા જિલ્લા પોલીસવડા   કચેરીઍ લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ કરી કડક કાનૂની પગલાં ભરવા માંગ કરી છે. આ મામલે હવે પોલીસ પ્રશાસન કેવા પગલાં ભરે છે તેના પર સમગ્ર પંથકની નજર છે.   જોકે છેલ્લે છેલ્લે આ મામલે કેટલાક રાજકીય આગેવાનોના દબાણો અને આચાર્યઍ  માફી માંગી  પરિવાર સાથે  સમાધાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.