Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

ડુંગરી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

ડુંગરી ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત


વલસાડ, તા. ૦૯ ઃ  વલસાડ જિલ્લામાંથી પસાર થતો  નેશનલ હાઈવે નંબર ૪૮ પર ડુંગરી ઓવરબ્રિજ પર ના  મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર  ડુંગરી રેલીયા ફળીયા નવીનગરી માં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધ નું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
 વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા ડુંગરી ઓવરબ્રિજ  પાસેથી ગઈકાલે ૮ મી  ઓક્ટોબરના રોજ સાંજે ૪ઃ૪૫ કલાકે  કાંતુભાઈ પટેલ ઉંમર વર્ષ ૬૬ રહે ડુંગરી રેલીયા પડ્યા નવીનગરી તાજી વલસાડ   પોતાના ઘરેથી સાસરીમાં જવા માટે થેલી લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ડુંગરી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાંતુભાઈને જોરદાર અડફેટે લેતા કાંતુભાઈને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા અને તેમનું સ્થળ પર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ  વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.  અકસ્માતની જાણ થતાં જ મૃતકના ભત્રીજા જીતેશભાઈ ચંદુભાઈ પટેલ સહિત આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને ખાનગી વાહન મારફતે ડુંગરી સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે જીતેશભાઈ પટેલે ડુંગરી પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.