વલસાડમાં ૪ કેબિનોનું દબાણ હટાવાયું
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના બેચર રોડ પર જાહેર અવરજવર માટે અડચણરૂપ બનેલી લોખંડના પતરાવાળી ૩ જેટલી કેબિનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં સેલૂન તેમજ વેલ્ડિંગ કામકાજ ચલાવતી કેબિન તેમજ કલ્યાણબાગ સામે આવેલી વિનોદ વોચ નામની ઘડિયાળ રિપેરિંગની કેબિન પાલિકાના તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી.
વલસાડ શહેરમાં જાહેર માર્ગો પર વધી રહેલા ગેરકાયદે દબાણો સામે પાલિકા તંત્રે લાલ આંખ કરી છે. વલસાડના બેચર રોડ પર જાહેર અવરજવર માટે અડચણરૂપ બનેલી લોખંડના પતરાવાળી ૩ જેટલી કેબિનો પર જેસીબી થી સેલૂન તેમજ વેલ્ડિંગ કામકાજ ચલાવતી કેબિન તેમજ કલ્યાણબાગ સામે આવેલી વિનોદ વોચ નામની ઘડિયાળ રિપેરિંગની કેબિન પણ પાલિકાના તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી.
નગરપાલિકાની ટીમ સવારે ચુસ્ત પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈપણ અનિચ્છનીય ઘટના કે વિરોધ વગર ચારેય ગેરકાયદેસર કેબિનોનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા અને જાહેર જગ્યાઓ પરથી અનધિકૃત દબાણો દૂર કરવા માટે પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.
