Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

શામગહાનમાં જિ.પં. પૂર્વ બાંધકામ અધ્યક્ષ દ્વારા કપડાનું વિતરણ કરાયું

શામગહાનમાં જિ.પં. પૂર્વ બાંધકામ અધ્યક્ષ દ્વારા કપડાનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૯ ઃ ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજનાં જરૂરિયાતમંદ વર્ગની સેવા અને મહિલાઓને મદદરૂપ થતા ઍવા ડાંગ જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ૩ (ત્રણ) ટર્મના પૂર્વ અધ્યક્ષ  ચંદરભાઈ ગાવિત દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જીલ્લાના અંતરિયાળ ગામોમાં સાડી, ડાંગીસાડી અને ટી શર્ટ વિતરણનો સેવાકીય યજ્ઞનું આયોજન કર્યુ  હતુ. ઉલેખનીય છે કે, ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોની હરહંમેશ મદદ અને સેવા કરવામાં આગળ રહેનારા પૂર્વ બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના સમાજના જરૂરિયાતમંદ લોકોને કપડા વિતરણ થકી મદદ કરી છે.લહાનબરડા, મોટાબરડા, સૂર્યાબરડા, દરાપાડા, ગુંદવહળ, મુરંબી, સુપદહાડ, નડગચોંડ, ઘોડવહળ, મોટામાળુંગા, લહાનમાળુંગા, બોંડારમાળ, માનમોડી, કાંચનપાડા અને નિંબારપાડા, હુંબાપાડા, ગામોમાં મહિલાઓને સાડી, વૃદ્ધ મહિલાઓને ડાંગી સાડી અને યુવકોને ટી શર્ટ આપ્યા. ગામે ગામે યોજાયેલા આ ભગીરથ કાર્યમાં ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના વર્તમાન અધ્યક્ષ ચંદ્રકલાબેન નગીનભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ દર્શનાબેન રાજેશભાઈ બહિરમ, માજી સરપંચ ગોવિંદ સૂર્યવંશી, ભારતીય જનતા પાર્ટી ડાંગના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ ભોયે, મુરંબી ગામના મહિલા આગેવાન સોનીબેન તેમજ સ્થાનિક આગેવાનો, વડીલો, મહિલાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં.