Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

વાપી રોફેલ યુર્નિ.ના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીયકક્ષાઍ પસંદગી

વાપી રોફેલ યુર્નિ.ના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીયકક્ષાઍ પસંદગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ : ગુજરાત રાજ્ય જુનિયર ઍથલેટીક્સ સીલેક્સન મીટનું આયોજન ગોધરા ખાતે તા. ૫ ઓક્ટોબરના રોજ સીલેક્સન કરવામાં આવ્યું હતું.
જેમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓમકાર પ્રસાદ (જ્ળ્ગ્ખ્) ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રા કરી અને સની સિંગ ૫૦૦૦ રેસ વોકમાં સિલ્વર મેડલ પ્રા કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાઍ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ ચેન્નાઈ ખાતે કરશે..
આ બંને વિદ્યાર્થીઓને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. પ્રિયકાન્ત વેદ, શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. દિલીપ ઘોલપ અને અધ્યાપકોઍ તેમજ રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓઍ અભિનંદન પાઠવ્યા હતા.